કૌટુંબિક (ઘરેલુ) હિંસા થી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005-Protection of Women from Domestic Violence Act 2005.
કાયદો નો અમલ ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો.
કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ-ર૦૦૫ (સને ર૦૦૫નો અધિનિયમ ક્રમાંક નં. ૪૩ની કલમ-૧ની પેટાકલમ-(૩) દ્વારા અપાયેલ સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે તા. ર૬મી ઓકટોબર, ર૦૦૬ના રોજ અમલમાં આવે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે.
આ અધિનિયમ તા ૨૬/૧૦/૨૦૦૬ થી અમલમાં મુકવામાં આવ્યો છે, ભારત દેશ આઝાદ થયા બાદ ભારતનું બંધારણ કરવામાં આવ્યું જેમાં સ્ત્રી અને પુરુષને સમાન દરજ્જો આપવામાં આવ્યો હતો. ભારતના બંધારણના આર્ટીકલ ૧૪, ૧૫(૩), ૩૯(૧)તથા ૩૯(૨) ૪૨, અને ૫૧(ઈ) હેઠળ ની જોગવાઈથી સ્ત્રીઓને કેટલાક વિશેષ અધિકારો મળેલા છે.
જેમ કે,
- આર્ટિકલ ૧૪ : કાયદા સમક્ષની સમાનતા અને કાયદાનું સમાનધોરણ.
- આર્ટિકલ ૧૫(૩) : રાજ્ય સ્ત્રી અને બાળકો માટે ખાસ જોગવાઈ કરશે.
- આર્ટિકલ ૩૯(૧) : સ્ત્રી પુરુષ દરેકને આજીવિકા મળી રહેશે તેવી નીતિ ઘડશે.
- આર્ટિકલ ૩૯(૩) : સમાન કામ માટે સમાન વેતન.
- આર્ટિકલ ૪૨ : કામની ન્યાય અને માનવીએ પરિસ્થિતિ માટે તથા સ્ત્રીઓને પ્રસ્તુતિમાં રાહતની જોગવાઈ છે.
- આર્ટિકલ ૫૧(ઈ) : રાજ્ય સ્ત્રીઓને ગરીમાને હિનપત લગાડતી પ્રવૃત્તિથી દૂર રહેશે.
ઉપરોક્ત જોગવાઈઓ મુજબ ભારતના બંધારણથી સ્ત્રીઓને કેટલાક વિશેષ અધિકારો મળેલા છે, અને તે મુજબ સ્ત્રીઓના અધિકારોની અસરકારક રક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે.
કન્વેન્શન ઓન ધી એલિમિનેશન ઓફ ઓલ ફોમ્સ ઓફ ડીસક્રિમિનેશન અગેઇન્સ્ટ વુમન 1981 માં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે પુરુષ અને સ્ત્રીને સમાન અધિકારો મળવા જોઈએ.
સને 1994 ની વિયેના સમજૂતી તથા બેઝિંગ ઘોષણાપત્ર અને પ્લેટફોર્મ ફોર એક્શન 1995 માં સ્વીકાર કરવામાં આવ્યું કે કૌટુંબિક હિંસા માનવ અધિકારનો મુદ્દો છે તેમાં કોઈ જ શંકા ને સ્થાન નથી.
સંયુક્ત રાષ્ટ્રની સમિતિ તેની સામાન્ય ભલામણો આર્ટીકલ 12 (1989) માં ભલામણ કરી છે કે મહિલાઓની પારિવારિક ક્રાંતિમાં થતી હિંસા સહિતને કોઈપણ પ્રકારની હિંસા સામે રક્ષણ પૂરું પડવું જોઈએ.
ભારતમાં સ્ત્રીઓની વિરુદ્ધ અન્યાય, અત્યાચાર, દહેજ, મૃત્યુ, બળાત્કાર,હિંસા, શોષણ વગેરે અટકાવવા માટે ઘણા કાયદાઓ અમલમાં આવ્યા છતાં પરિસ્થિતિ હજુ સુધી ખરાબ છે, ભારતમાં કૌટુંબિક હિંસા અને ઘટનાઓ વ્યાપક રીતે પ્રવર્તે છે પરંતુ જાહેર રીતે દેખાતી નથી.
નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા કુંડલબાલા સુબહમ વિ. સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ ૧૯૯૩(૨) SCC 684 ના કેસમાં પુત્ર વધુને સળગાવી દેવાના આ કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓ તરફના ગુનાઓ અંગે સારો પ્રકાશનો અને કુટુંબિક સંસ્થા માટે કાયદાની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો અને કોર્ટે એવો નિર્દેશ આપ્યા હતા કે અત્યારે સ્ત્રીઓને જાતીય સતામણી ટોર્ચર, આત્મહત્યા, મદદગારી દહેજ મૃત્યુ અને ક્રૂરતા નું પ્રમાણ વધ્યું છે. પુત્રવધુ ના શોષણ તેમજ તેમના પ્રત્યેક કરવામાં આવતી હિંસા એ સભ્ય સમાજ માટે શોક સમાન છે.
આ કાયદા હેઠળ ફરિયાદ કોણ કરી શકે?
- આ કાયદા મુજબ હિંસાનો ભોગ બની સ્ત્રી જાતે ફરિયાદ કરી શકે છે. અથવા
- કોઈપણ વ્યક્તિ કે ચોક્કસ રીતે જાણતી હોય કે કુટુંબિક હિંસા થઈ રહી છે. અથવા
- મેજિસ્ટ્રેટને સીધી ફરિયાદ કરી શકે છે.
- ફરિયાદ દાખલ કરવા માટે સંરક્ષણ અધિકારી અથવા પ્રોટેક્શન ઓફિસર અથવા સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લઇ શકાય છે.
આ કાયદો એ 2005 નો 43 મો અધિનિયમ છે તારીખ 13 9 2005 ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી, આ કાયદામાં કુલ પાંચ પ્રકરણ છે અને 37 કલમો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
કુટુંબિક (ઘરેલુ) હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અન્વયે ફરિયાદ ક્યારે અને કેટલા સમયની અંદર દાખલ કરવી જોઈએ?
આ કાયદા હેઠળ કલમ 12 માં એક મહત્વની જોગવાઈ કરવામાં આવી છે કે ફરિયાદ ક્યારે અને કેટલા સમયની અંદર દાખલ કરવી જોઈએ કુટુંબિક હિંસા એટલે કોઈ પરિણીત સ્ત્રી/મહિલા ને જ્યારે પોતાના સાસરી પક્ષ તરફથી અત્યાચાર કરવામાં આવતો હોય ત્યારે એ સ્ત્રી/ મહિલાએ તાત્કાલિક એટલે કે યોગ્ય હુકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાની ફરિયાદ અરજી દાખલ કરવી જોઈએ કલમ 12 માં મહત્વની જોગવાઈ જે કરવામાં આવી છે તે મુજબ મહિલાએ બની શકે તેટલી વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ કરવી જોઈએ, યોગ્ય સમયની અંદર ફરિયાદ દાખલ કરવામાં ન આવે તો આવી ફરિયાદ નું વિપરીત પરિણામ આવી શકે છે, કૌટુંબિક ઘરેલુ હિંસા નું આ કૃત્ય સતત અને અવિરત પણ ચાલુ રહેવું જોઈએ,
કલમ 12 : ફરિયાદ/ અરજી:-
- ભોગ બનેલ વ્યક્તિ જાતે કે ભોગ બનેલ વ્યક્તિ વતી કોઇપણ વ્યક્તિ આ અધિનિયમ મુજબ એક કે તેનાથી વધુ વળતરો માગવા માટેની અરજી ન્યાયાધીશ સમક્ષ કરી શકશે. અને ન્યાયાધીશ એ આવી અરજી ઉપર કોઈપણ પ્રકારનો હુકમ કરતા પહેલા રક્ષણ અધિકારી કે સેવા પૂરી પાડનાર દ્વારા કોઈપણ પારિવારિક હિંસા નો બનાવ બન્યો છે કે કેમ તેનો અહેવાલ મળ્યો છે તો તેની ઉપર વિચાર વિમર્શ કરવાનો રહેશે.
- પેટા પેરા ૧ હેઠળ માગવામાં આવેલું વળતર સામાવાળા મારફતે કરવામાં આવેલી પારિવારિક હિંસાખોરીના લીધે થયેલ હાની માટે નુકસાની તથા રાહત માટે પીડિત વ્યક્તિના હક્ક બાબતે પૂર્વગ્રહ રાખો વગેરે રાહતની ચુકવણીના હુકમનો સમાવેશ થશે.
- પેટા કલમ ૧ નીચે કરવામાં આવેલી અરજી અને તે નમૂના મુજબ સાથે એવી વિગતો અથવા બને ત્યાં સુધી બનાવની નજીકના વિગતો વાળી હશે.
- ન્યાયાધીશ સુનાવણીની તારીખ નક્કી કરશે તેમજ અદાલતે સામાન્ય રીતે અરજી મળ્યા તારીખથી ૩ દિવસથી વધુ સમય પછીની તારીખ ન હોવી જોઈએ.
- ન્યાયાધીશ પેટા કલમ - ૧ નીચે દરેક અરજીનો નિકાલ પહેલી હિયરિંગ ની તારીખ થી ૬૦ દિવસમાં કરવાનો રહેશે.
કલમ 12 હેઠળ જ્યારે પણ ફરિયાદ દાખલ કરવામાં આવે ત્યારે કલમ 12 પેટા કલમ 3 માં બહુ જ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે તે મુજબ બને તેટલી જલ્દી થી જલ્દી એટલેકે "એઝ નિયરલી એઝ પોસિબલ ધેર ટુ” થી અરજી દાખલ કરવી જોઈએ અરજી દાખલ કરવામાં વિલંબ કરવામાં આવે તો તેનું પરિણામ વિરોધાભાસી આવી શકે.
પ્રશ્ન: (૧) શું આ કાયદા હેઠળ કરવામાં આવેલી અરજી મુજબ સામાવાળા વિરુદ્ધ તહોમતનામું ઘડી શકાય છે.
જવાબ: ના, કારણકે કલમ 12 મુજબ ફોજદારી કાર્યવાહી સંહિતા ની કલમ 482 લાગુ પડતી નથી, અને દીવાની દાદ માટે તહોમતનામું ઘડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, આ કલમ ૧૨ નીચે મેજિસ્ટ્રેટ માત્ર દીવાની દાદ માટે કાર્ય કરે છે, અને આ કલમ ૧૨ હેઠળ સામાવાળો આરોપી નથી.
ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજી ની સમય મર્યાદા કેટલી રહેશે તે આપણે જોઈએ કાયદામાં કેટલી ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે જેમકે ડોમેસ્ટિક વાયોલન્સ નો કાયદો અને એને લાગુ પડતી પ્રક્રિયા સિવિલ અથવા તો ક્રિમિનલ પ્રોસિજર કોડ લાગુ પડશે આના માટે આ કાયદામાં કાયદાની કલમ 28 માં તેની જોગવાઈ કરવામાં આવી છે તે મુજબ ડોમેસ્ટિક વાયોલન્સ કાયદાને સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ લાગુ પડે છે જેથી ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ અમુક અમુક સજા વિશેની જોગવાઈઓ કરવામાં આવી છે જે જોગવાઈ ને આધીન સદર કાયદાને સીઆરપીસી લાગુ પડતો હોય ડોમેસ્ટિક વાયોલન્સ કાયદા અન્વયે અરજી દાખલ કરવાની સમય મર્યાદા એક વર્ષની રહેશે.
જ્યારે પણ આ કાયદા મુજબ અરજી દાખલ કરવામાં આવે ત્યારે તેની પર નામદાર કોર્ટ કોઈ પણ હુકમ કરે છે તો તે હુકમની અમલવારી કેવી રીતે કરવી તેનું વર્ણન આ કાયદાની કલમ 31 માં કરવામાં આવેલ છે જે મુજબ કલમ 31 ની જોગવાઈને ધ્યાનમાં લેવામાં આવે તો આ અધિનિયમ હેઠળ કોર્ટે કરેલા હુકમ નું જો પાલન કરવામાં ન આવે તો સામા વાળાને એક વર્ષ સુધીની સાદી કેદ કે સખત કેદની સજા ની જોગવાઈ કરવામાં આવી છે અને રૂપિયા 20,000 સુધીનો દંડ કરી શકે અથવા તો બંને કરી શકે, આમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ ની કલમ 31 ની જોગવાઈ ને ધ્યાનમાં લેવામાં આવે તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 12 હેઠળ ફરિયાદ અરજી દાખલ કરવાની સમય મર્યાદા એક વર્ષની ગણી શકાય કારણ કે સદર કાયદાને સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ લાગુ કરવામાં આવે છે હવે આપણે સીઆરપીસી કાયદો શું કહે છે તે પણ જાણીએ
CRPC કલમ 468
(૧) criminal procedure code ની કલમ 468 માં જોગવાઈ કરવામાં આવી છે કે મુદતનો બાદ વિતી ગયા પછી કાર્યવાહી શરૂ કરવા પર પ્રતિબંધ.
- એટલે કે જો ગુનો માત્ર દંડની શિક્ષા ને પાત્ર હોય તો સજા ન અવધી છ મહિના રહેશે,
- અને જો ગુનો એક વર્ષની શિક્ષાને પાત્ર હોય તો તેની અવધી એક વર્ષ રહેશે ઉપરોક્ત જોગવાઈ ને જો ધ્યાનમાં લેવામાં આવે તો ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત કરવામાં આવતી કાર્યવાહી અને સદર કાયદા મુજબ નામદાર કોર્ટે કરેલા હુકમ ની જોગવાઈઓને ડોમેસ્ટિક વાયરસ એક્ટની તરફ 31 ની જોગવાઈ ને ધ્યાને લઈને એક વર્ષની સમય મર્યાદા ની જોગવાઈ કરવામાં આવી છે.
તે મુજબ જ્યારે કોઈ પણ મહિલા ઉપર ઘરેલુ હિંસા અત્યાચાર થાય છે ત્યારે તે મહિલાએ એક વર્ષની અંદર સક્ષમ હકુમત ધરાવતી કોર્ટમાં અરજી કરવી જોઈએ.
ઘણીવાર એવું પણ બને છે કે અત્યાચાર થયા બાદ સ્ત્રીને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે અને તે સ્ત્રી બે ચાર વર્ષ પછી જો ડોમેસ્ટિક વાયોલન્સના કાયદાની જોગવાઈ ને ધ્યાને લઈને ફરિયાદ કરે છે તો આવી ફરિયાદને ડીલે અરજીનો બાદ નડતો હોય છે જેના કારણે મહિલાને ન્યાય મળતો નથી.
કેસ લો.
સંતોષ કુમાર વિ. બિહાર રાજ્ય અને (પટના) ૨૦૧૮ સી. આર. એલ. જે. ૧૫૫૩
સીઆરપીસીની કલમ ૪૬૮ અને ૪૮૨ ઘરેલું હિંસા અધિનિયમ, ૨૦૦૫ કલમ ૨(એ), ૧૨, ૧૮, ૧૯, ૨૦, ૨૭, ૨૮ અને ૩૨ -- ફરિયાદ રદ કરવી -- કલમ ૪૬૮ માં સમાવિષ્ટ જોગવાઈઓ મુજબ, કોર્ટ સંજ્ઞાન લઈ શકતી નથી એક વર્ષની મુદત પછીના ગુનાની જો ગુનો એક વર્ષથી વધુની કેદની સજાને પાત્ર હોય તો - ભૂતપૂર્વ પતી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અને મર્યાદાની મુદત પૂરી થયા પછી એટલે કે ઘટનાની તારીખથી એક વર્ષના સમયગાળા પછી કાર્યવાહી રદ કરવામાં આવી.
એ.વિદ્યા સાગર વિ.આંધ્રપ્રદેશ રાજ્ય 2015 crilj 344
સીઆરપીસીની કલમ ૫૦૬ અને ૫૦૭ – ઘરેલું હિંસા અધિનિયમ, ૨૦૦૫ કલમ ૧૨ અને ૨(ક) -- ક્રિમિનલ પ્રોસિજર કોડ, ૧૯૭૩ કલમ ૪૮૨ - લિવ ઇન રિલેશનશિપ -- ફોજદારી ધમકીનો ગુનો - બીજા પ્રતિવાદી દ્વારા વળતર અને ભરણપોષણ માટે ફરિયાદ દાખલ કરવામાં આવી -ફરિયાદી અને આરોપી વચ્ચે લિવ-ઈન રિલેશનશીપ હતી અને આરોપીએ ફરિયાદીને તેની સામે દાવો કરવા માટે હકદાર ગણાવી હતી. - ફરિયાદી તરફથી ખોટી રજૂઆતનો અર્થ માત્ર એટલા માટે કરી શકાય નહીં કારણ કે આરોપીની પહેલેથી જ કાયદેસર રીતે પરિણીત પત્ની હતી. – ઘરેલુ ઘટનાના અહેવાલની ગેરહાજરીમાં એવું કહી શકાય નહીં કે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરી શકાતો નથી - માંગવામાં આવેલી કાર્યવાહીને રદ કરવી - ત્યારથી ડી.વી. અધિનિયમ ફરિયાદી દ્વારા માંગવામાં આવેલ ભરણપોષણની રાહત આપે છે - અરજી ફગાવી દેવામાં આવી, ફોજદારી કાર્યવાહી રદ કરવામાં આવી નથી.
બિસ્મિતા સૈકિયા (@ બિસ્મિતા સેકિયા દત્તા વિ. પ્રાંજલ દત્તા અને ૩ અન્ય
૨૦૧૮ (૩) DMC ૫૯૩
૨૦૧૮ (૪) Gau.LJ ૧૮૬
ડો.વા.એકટની કલમ ૧૨, ૧૮, ૧૯, ૨૨ અને ૨૩ - ક્રિમિનલ પ્રોસિજર કોડ, ૧૯૭૩ કલમ ૪૦૧ અને ૪૮૨ - હિન્દુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ કલમ ૧૩(૧)(ia) --ડી.વી. અધિનિયમ કલમ ૧૨ હેઠળ અરજી બરતરફ - અરજદાર/પત્ની અને પ્રતિવાદી નંબર ૧ વચ્ચેના લગ્ન છૂટાછેડા હુકમનામાં દ્વારા વિસર્જન- પતિની દલીલ કે ઘરેલું સંબંધો આપોઆપ સમાપ્ત થઈ ગયા હતા, તેને નીચલી અદાલતોએ માન્ય રાખ્યું હતું - લગ્નના વિસર્જન પછી, અધિનિયમનાની કલમ ૧૨ હેઠળ, અરજી રિવિઝનલ કોર્ટ દ્વારા જાળવવા યોગ્ય નથી -- રિવિઝન પિટિશન ફગાવી દેવામાં આવી.
ટી.જી.દીનકર વિ. સ્ટેટ ઓફ આન્ધ્રપ્રદેશ,
ક્રાઈમ્સ ૨૦૧પ(ર) હાઈકોર્ટ ૫૧૮.
ડોમેસ્ટીક વાયોલન્સ એકટની ક્લમ-૧૨ : આ કામનાં અરજદારે સામાવાળા વિરુદ્ધ આ કાયદા હેઠળ અગાઉ અરજી કરતાં પક્ષકારો વચ્ચે સમાધાન થયેલ તે સમાધાન મુજબ અરજદારે સામાવાળાને ત્યાં સાથે રહેવા સહજીવન ગુજારવા જવું તેવું નક્કી થતાં અરજદારે અરજી પાછી ખેંચેલી. અને સામાવાળાને ત્યાં રહેવા જતાં સામાવાળાઓએ તેણીને ઘરમાં પ્રવેશવા દીધેલ નહીં. પત્નિને એક પુત્ર પણ હતો, પતિએ લગ્ન હક્ક પુરા કરવાની અરજી કરી. પત્નિએ ફરિવાર ડોમેસ્ટીક વાયોલન્સ હેઠળ અરજી કરી આ અરજીને ક્રિપ્રો.કોડની કલમ-૪૬૮(૧) નો બાધ ન નડે કે રેસજયુડીકેટાનો પ્રબંધ લાગુ ન પડે. પત્નિની અરજી મેઈન્ટનેબલ.
Welcome to the lexedge, please don't spam in comments.