પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફરિયાદ કેવી રીતે દાખલ કરી શકાય?
📕ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023.
Introduction: ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 ની કલમ 173(3) મુજબ.
📖Defination ( વ્યાખ્યાઓ ) :
- ઝીરો-એફઆઈઆર ( zero- FIR) : ઘટનાના સ્થાનને ધ્યાનમાં લીધા વિના કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર.
- ઈ-એફઆઈઆર ( E-FIR) : ઇલેક્ટ્રોનિક રીતે નોંધાયેલ એફઆઈઆર, જેમાં માહિતી આપનારની સહી ત્રણ દિવસની અંદર લેવાની રહેશે.
- પ્રારંભિક તપાસ ( Preliminary Enquiry) : સંપૂર્ણ તપાસ સાથે આગળ વધવા માટે ત્રણ વર્ષ કે તેથી વધુ પરંતુ સાત વર્ષથી ઓછી કેદની સજાના ગુનાઓ માટે પ્રથમ દૃષ્ટિએ કેસ છે કે કેમ તે નક્કી કરવા માટે પ્રારંભિક તપાસ.
ગુજરાત પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે એન્ડ્રોઇડ એપ્લિકેશન જેનું નામ છે,
Gujarat police/citizen portal છે.
અને જેનો લોગો આ મુજબ છે.
🚔E-application/ E-FIR.
જો તમે કોઈ અરજી સબમિટ કરવા માંગતા હો, તો તમારે હવે કોઈપણ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની જરૂર નથી. સિટીઝન પોર્ટલ તમને ઓનલાઈન અરજી/માહિતી ફાઇલ કરવાની સુવિધા આપશે. ઈ-એપ્લિકેશનનો ઉપયોગ કરીને, નાગરિક તેમની સાથે થયેલા કોઈપણ ગુના માટે અરજી સબમિટ કરી શકે છે અને કોઈપણ ગુના સંબંધિત માહિતી સીધી પોલીસ સ્ટેશનને પણ આપી શકે છે. ઓનલાઈન અરજી સબમિટ કરવા માટે, “ઈ-એપ્લિકેશન” પર ક્લિક કરો.
સર્વ પ્રથમ તમારે તમારા મોબાઇલ ફોનમાં આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવી પડશે ત્યારબાદ તેમાં તમારે એકાઉન્ટ બનાવવા પડશે, જેમાં માગ્યા મુજબની તમામ વિગતો ભરીને સબમિટ કરો ત્યારબાદ તમારો એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે અને એકાઉન્ટ માટે તમારે કોઈ અરજી દાખલ કરતાં પહેલા સર્વ પ્રથમ યુઝરનેમ અને ત્યારબાદ પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે, લોગ ઈન થવાનું રહેશે, ત્યારબાદ આ એપ્લિકેશનમાં નીચે મુજબનું સ્ક્રીન દેખાશે.
આ એપ્લિકેશનમાં સૌથી પહેલું એપ્લિકેશન દેખાશે જેમાં તમારે ક્લિક કરવાનું રહેશે અને ક્લિક કર્યા બાદ નીચે મુજબનો સ્ક્રીન તમને દેખાશે.
જેમાં તમારે સર્વ પ્રથમ E - complaint/E- FIR પર ક્લિક કરવાનું રહેશે અને ઉપરની છબીમાં બતાવ્યા પ્રમાણે, ઈ-અરજી સબમિટ કરવા માટે ઘટના, ઘટના સ્થળ, ફરિયાદનો પ્રકાર, ઘટનાની તારીખ અને સમય, ઘટનાનું સંક્ષિપ્ત વર્ણન, સંબંધિત પોલીસ
સ્ટેશન જેવા તમામ ફરજિયાત ક્ષેત્રો ભરો અને જો કોઈ હોય તો સહાયક દસ્તાવેજો જોડો. તમારી અરજી સબમિટ કરવા માટે "સબમિટ કરો" પર ક્લિક કરો. "*" તરીકે ચિહ્નિત થયેલ ક્ષેત્રો ભરવા ફરજિયાત છે જેના વિના અરજી સબમિટ કરી શકાતી નથી.
📚ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 મુજબ, કોઈપણ નાગરિક કોઈપણ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે.
- ફરિયાદ નોંધાવ્યા પછી ત્રણ દિવસની અંદર ફરિયાદીએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ફરિયાદ પર સહી કરવી ફરજિયાત છે. જો ફરિયાદી 3 દિવસની અંદર પોલીસ સ્ટેશનની મુલાકાત નહીં લે તો આવી ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
- આ સુવિધા ફક્ત ગુજરાત રાજ્યમાં થયેલા કોગ્નિઝેબલ ગુનાઓ માટે જ પૂરી પાડવામાં આવે છે.
- ઈ-ફરિયાદની સેવાઓનો ઉપયોગ કરવા માટે ફરિયાદી નો મોબાઈલ નંબર અથવા આધાર નંબર ફરજિયાત છે.
- સામાન્ય લોકોની સુવિધા માટે ઈ-ફરિયાદ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ખોટી/ખોટી ફરિયાદ નોંધાવવા અથવા સુવિધાનો દુરુપયોગ કરવાના કિસ્સામાં, ફરિયાદી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ સિવાય વેબ સાઈટ ના માધ્યમથી પણ congnizable ગુનાની ઓનલાઇન અરજી/ફરિયાદ કરી શકાય છે.
આ લિંક તમને અન્ય વેસાઇટ્સ ઉપર લઇ જશે.
👮ઓનલાઇન અરજી કે ફરિયાદ કરો
નિષ્કર્ષ : ગુજરાત પોલીસ તરફથી આપવામાં આવેલી સેવા છે, અને જો તેના માટે કોઈપણ પ્રકારની સહાયતાની જરૂર હોય તો નજીકના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો.





Welcome to the lexedge, please don't spam in comments.