કોર્ટમાં ઓનલાઈન ફરિયાદ કેવી રીતે દાખલ કરી શકાય?
આખા દેશમાં કોઈ પણ રાજ્યની હાઈકોર્ટ હોય કે કોઈ પણ રાજ્યની ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય તો તમને મળશે આ સુવિધા જેના થકી હવે ઓનલાઈન ફરિયાદ અરજી દાખલ કરવી ખૂબ જ સરળ બની રહેશે, આ સુવિધાનું નામ છે ઇ-કોર્ટ/ઇ-ફાઈલિંગ.
📂 ચાલો જાણીએ ઇ-ફાઈલિંગ શું છે?
ઇ-ફાઈલિંગ સિસ્ટમ થી ફરિયાદી/વકીલો નવી ફરિયાદો, લેખિત નિવેદનો, જવાબો અને કેસ સંબંધિત વિવિધ અરજીઓ કરવા માટેની ઓનલાઈન ફાઇલિંગ માટે વિકસાવવામાં આવેલ એક સંપૂર્ણ સોફ્ટવેર છે, જેના થકી દેશની કોઈપણ હાઈકોર્ટ અથવા જિલ્લા અદાલત સમક્ષ સિવિલ અને ફોજદારી બંને પ્રકારના કેસ દાખલ કરી શકાય છે.તે દ્વિભાષી (અંગ્રેજી અને સ્થાનિક ભાષા) માં ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી વકીલો/વાદીઓને આવરી લેતા વિશાળ જૂથ સુધી પહોંચી શકાય.
🖥️ ઓનલાઇન ફરિયાદ કેવી રીતે દાખલ કરવી.
ઓનલાઇન ફરિયાદ દાખલ કરવા માટે સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે આ ઓનલાઈન ફરિયાદ કોણ કોણ અને કેવી રીતે દાખલ કરી શકશે, તો આવી ફરિયાદ/અરજી નીચે મુજબની વ્યક્તિઓ કરી શકે છે.
- વકીલો
- સરકારી વકીલો
- અરજદારો જાતે
- કારકુનો
ઓનલાઇન ફરિયાદ દાખલ કરવા માટે સૌથી પહેલા તમારે આ મુજબની કામગીરી હાથ ધરવી પડશે.
👨⚖️ જો તમે વકીલ/વકીલો હોય તો.
સર્વ પ્રથમ તમારે આ 🖥Website ઓપન કરવાની રહેશે.
- એકવાર વેબસાઈટ ઓપન થઈ ગયા પછી તમારે એડવોકેટ તરીકે એકાઉન્ટ બનાવવા માટે ન્યુ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે જેમકે ગુજરાત મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર વિગેરે.
- એક વાત રાજ્યનું સિલેક્શન કર્યા બાદ તમારો એડવોકેટ કોડ દાખલ કરો જેમકે જો તમે ગુજરાત રાજ્ય ના વકીલ હોય તો G/0000/0000 વગેરે.
- એડવોકેટ કોડ દાખલ કર્યા બાદ VERIFY બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
- વેરિફિકેશન થયા બાદ ઓટોમેટિક તમારું નામ ડિસ્પ્લે ઉપર દેખાશે.
- ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરો.
- પછી તમે જે એરિયામાં પ્રેક્ટિસ કરતા હોય તે નું સ્થાન સિલેક્ટ કરો જેમ કે રાજ્ય અને જિલ્લો.
- અને પછી તમારો મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ એન્ટર કરો.
- પછી એક એવો પાસવર્ડ બનાવો કે જે ફક્ત તમને જ યાદ રહે.
- ત્યારબાદ ઓટીપી વેરિફિકેશન ઉપર ક્લિક કરો.
- તમારા મોબાઇલ ઉપર આવેલો ઓટીપી ને વેરીફાઈ કરો.
- ઓટીપી વેરીફાઈ કર્યા બાદ preview ઓપ્શન પર ક્લિક કરો.
- Preview ઓપ્શન ક્લિક કર્યા બાદ તમને તમારી બધી જ વિગતો દેખાડવામાં આવશે.
- જો તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવો ન હોય તો SUBMIT બટન પર ક્લિક કરો
આવી રીતે તમારું એકાઉન્ટ બનશે અને ત્યારબાદ તમારે આ જ વેબસાઈટ ઉપર લોગ ઈન કરવાનું રહેશે લોગીન થયા બાદ તમને નીચે મુજબની સ્ક્રીન તમારા મોબાઇલ અથવા તો લેપટોપ પર દેખાશે.
હવે upload documents બટન ઉપર ક્લીક કરીને ને તમારું બાર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ upload કરો ત્યારબાદ ફોટો 🆔 અને address proof document અપલોડ કરીને ને તમારું પ્રોફાઇલ સંપૂર્ણ કરો.
એકવાર તમારુ પ્રોફાઇલ સંપૂર્ણ પૂર્ણ થયા બાદ તમને નીચે મુજબ સ્ક્રીન ઓપ્શન દેખાશે
તમે તમારા પ્રોફાઇલ માં તમારા સાથી એડવોકેટ મિત્રની માહિતી my partner ✅ બટન પર ક્લિક કરી ઉમેરી શકો છો, સાથે case filling, Vakalatnama, pleadings,e-payment,અને અરજી કરી શકો છો.
(૨) સરકારી વકીલો:
ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે સરકારી વકીલો જાતે જ પોતાનું પ્રોફાઇલ બનાવીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.
(૩) અરજદારો:
ઓનલાઇન ફરિયાદ દાખલ કરવા માટે વ્યક્તિ જાતે અથવા તો સંસ્થાઓ પોતાનું પ્રોફાઇલ બનાવીને ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકે આવો જાણીએ તેને પદ્ધતિ
- સર્વ પ્રથમ https://filing.ecourts.gov.in ઉપર જઈને litigant/ મુકદ્દમા દાખલ કરનાર વ્યક્તિના option પર ક્લિક કરો.
- ત્યાર બાદ રાજ્ય સિલેક્ટ કરીને ફરિયાદી નું નામ દાખલ કરો.
- ત્યાર પછી - પુરુષ,સ્ત્રી,કે અન્ય પસંદ કરી જન્મ તારિખ દાખલ કરો.
- જો તમે કોઈ વ્યક્તિ તરીકે નહીં પણ કોઈ સંસ્થા તરીકે ફરિયાદી બની કેસ દાખલ કરવા માંગતા હોય તો સંસ્થાની વિગતો ભરવા સંસ્થાના ઓપ્શન ☑️ પસંદ કરો જેમાં તમારે સંસ્થાનો પ્રકાર પસંદ કરી સંસ્થાનુ નામ જણાવવાનું રહેશે.
- હવે જે જગ્યાએ ફરિયાદ દાખલ કરવા માંગતા હોય તે સ્થળ જણાવો જેમકે જિલ્લા અદાલત કે હાઈકોર્ટે.
- એકવાર જીલ્લા અદાલત પસંદ કરો તો તેમાં તમારા રાજ્યના દરેક જિલ્લાનું નામ દેખાશે અને તે મુજબ જે જિલ્લામાં ફરિયાદ દાખલ કરવા માંગતા હોય તે જિલ્લાનું નામ પસંદ કરી શકો છો તેવી રીતે તમારા રાજ્યની હાઈકોર્ટ માં ફરિયાદ દાખલ કરવી હોય તો હાઈકોર્ટે ના ✅ પર ક્લિક કરીને હાઈ કોર્ટ ની બેન્ચ પસંદ કરી શકો છો.
- હવે તમારે મોબાઇલ☎️ નંબર અને ઇમેઇલ ✉️ સબમિટ કરીને સંપર્ક કોને કરવો તેનું નામ જણાવવાનું રહેશે.
- ત્યારબાદ પાસવર્ડ 🔑 બનાવો અને તમારા મોબાઇલ અને ઇમેઇલ ઉપર મોકલવામાં આવેલો OTP દાખલ કરી તમારું પ્રોફાઇલ સંપૂર્ણ કરો.
(૪) કારકુનો/clerk:
જે પ્રકારે અરજદારો જાતે પોતાનું પ્રોફાઇલ બનાવી શકે તેવી જ રીતે કારકુનો પણ આ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી પ્રોફાઈલ બનાવી online ફરિયાદ દાખલ કરી શકે છે.
📚 ઓનલાઇન ફરિયાદ દાખલ કરો
ઓનલાઈન ફરિયાદ દાખલ કરતી વખતે કેવી તૈયારી રાખવી
- સર્વ પ્રથમ https://filing.ecourts.gov.in વેબસાઈટ ઓપન કરી ને તમારું પ્રોફાઇલ બનાવીને ને લોગ ઇન કરો. એક વખત લોગ ઇન થયા પછી online complaint ✅ દબાવો અને તમારી ફરિયાદની PDF file 🗃️ upload કરો જે PDF ફરિયાદ ma તમારી digital e-sign સહિત ફરિયાદ upload કરવાની રહેશે
- પછી payment button 🔘 પર ક્લિક કરી ને e-court ફી જમાં કરવાની રહેશે
- ત્યારબાદ online video recording થશે જેમાં Oath/સોગંદ લેવા પડશે
- તમારી digital e-sign સહિત ની ફરિયાદ સબમિટ કરો.
- તમારી ફરિયાદ સબમિટ થયા બાદ તમને તમારી ફરિયાદની સ્ટેટસ પણ ઓનલાઈન જાણવા મળશે આ માટે તમારે ફરી વખત લોગ ઇન થવાનું રહેશે અને દાખલ કરેલી ફરિયાદના 🔘 બટન ઉપર ક્લીક કરીને તમે દાખલ કરેલી ફરિયાદ ની સ્થિતિ જાણી શકશો
ઇ ફાઈલિંગ થી શું ફાયદો થશે?
ઇ - ફાઇલિંગ સિસ્ટમ અનેક ફાયદાઓ પૂરી પાડે છે;
- વકીલો અને ક્લાયન્ટ્સનો સમય, નાણાં અને મુસાફરી બચાવો
- કોર્ટમાં શારીરિક રીતે જવાની જરૂરિયાત દૂર કરો
- ક્લાયન્ટ્સ અને ક્લાયન્ટ્સ વચ્ચે મીટિંગ્સની જરૂરિયાત ઘટાડવી
- કેસ રેકોર્ડનું સ્વચાલિત ડિજિટાઇઝેશન કાગળના ફૂટપ્રિન્ટ ઘટાડીને પર્યાવરણ પર હકારાત્મક અસર
નિષ્કર્ષ:
ભારતીય અદાલતોમાં ઓનલાઈન ફાઇલિંગ સિસ્ટમ - ઈ-કોર્ટ્સ મિશન અને વર્ચ્યુઅલ કોર્ટ્સ પહેલ દ્વારા - ન્યાય વિતરણને વધુ પારદર્શક, સુલભ અને કાર્યક્ષમ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈ-ફાઇલિંગ, ઈ-પેમેન્ટ્સ, કેસ ટ્રેકિંગ અને વર્ચ્યુઅલ સુનાવણીને સક્ષમ કરીને, તે વિલંબ ઘટાડે છે, કાગળકામ ઘટાડે છે અને અરજદારો અને વકીલો બંને માટે સમય બચાવે છે. જો કે, રાજ્યોમાં અસમાન દત્તક, તકનીકી ખામીઓ, મર્યાદિત ડિજિટલ સાક્ષરતા અને મજબૂત માળખાગત સુવિધાની જરૂરિયાત જેવા પડકારો હજુ પણ છે. ચાલુ ઈ-કોર્ટ્સ પ્રોજેક્ટ ફેઝ-III સાથે, ભારત વધુ પેપરલેસ, ડિજિટાઇઝ્ડ અને નાગરિક-મૈત્રીપૂર્ણ ન્યાયિક પ્રણાલી તરફ સતત આગળ વધી રહ્યું છે.
YouTube
Welcome to the lexedge, please don't spam in comments.