ગુજરાત મહેસૂલ પંચ એટલે શું અને તેમાં દાખલ કરવામાં આવતા નવા કેસોમાં શું વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ગુજરાત મહેસૂલ પંચ
(A) નવીન રીવીઝન અરજી, રીવ્યુ અરજી, રીસ્ટોરેશન અરજી, પરચુરણ અરજી દાખલ કરતી વખતે નીચે મુજબ ક્રમાનુસાર ગોઠવીને દાખલ કરવી.
- રીવીઝન/અપીલ/રીવ્યુ/રીસ્ટોરેશન/પરચુરણ અરજી.
- અરજીમાં નાયબ કલેક્ટર/કલેક્ટરશ્રીના હુકમમાં દર્શાવેલ તમામ પક્ષકારોને સામેલ કરવા જો કોઈ પક્ષકાર મૈયત થયેલ હોય તો મરણ પ્રમાણપત્ર/પેઢીનામું/સોગંદનામું સહિત મૈયતનો વાસ્સોનો અરજીમાં પક્ષકાર તરીકે ઉલ્લેખ કરવાનો રહેશે.
- અરજીમાં સામાવાળા પક્ષકારને પ્રથમ/પહેલા દર્શાવવા અને ત્યારબાદ મામલતદારશ્રી/નાયબ કલેક્ટરશ્રી/કલેક્ટરશ્રી/સરકારશ્રી દર્શાવવા.
- ૦૪. અરજીની પછી કલેક્ટરશ્રી/નાયબ કલેક્ટરશ્રી/મામલતદારશ્રીના હુકમની પ્રમાણિત નકલ (જેની ઉપર કોર્ટની રૂ. ૨ ની સ્ટેમ્પ લગાવવો).
- જો વિલંબથી કેસ રજુ કરવામાં આવતો કોય તો વિલંબ માફ કરવા અંગેની અરજી સોગંદનામા સહિત રજુ કરવાની રહેશે.
- મનાઈ મેળવવા માંગતા હોય તો મનાઈ અરજી સોગંદનામા સહિત રજુ કરવાની રહેશે.
- ડી(દસ્તાવેજો)નું લીસ્ટ (લેટેસ્ટ ૭/૧ર ની નકલ રજુ કરવાની રહેશે.).
- ત્યારબાદ જે ડોક્યુમેન્ટ રજુ કરવા માંગતા હોય તેની વિગત.
- સદર રિવિઝન સામે અગાઉ અત્રેની કોર્ટમાં રીવિઝન/અપીલ દાખલ કરવામાં આવી નથી તેમજ અન્ય કોઈ કોર્ટમાં (સીવીલ કોર્ટ, ડાઇકોર્ટ) પડતર નથી તે મતલબનું એકરારનામું રજુ કરવાનું રહેશે.
- વકીલાતનામું હોય તો વકીલશ્રીનું ઈ-મેઈલ એડ્રેસ, સનદ નંબર, ફોન નંબર તથા રૂ.૪૦/- ની વેલફેર ટીકીટ લગાવાની રહેશે. તમામ અરજદારની વકીલાતપત્ર પર સહી લઈ રજુ કરવાની રહેશે. (પક્ષકાર અહ્મણ કોય તેવા કિસ્સા માં અંગુઠા મારે તો નોટરી સમક્ષ રૂબરૂ સહી લેવી).
- પાવર ઓફ એર્ટની દ્વારા રીવીઝન રજુ થાય તો પાવર ઓફ એર્ટનીની ખરી નકલ/ઝેરોક્ષ તેમજ પાવર ઓફ એર્ટની આજની તારીખે ચાલુ છે, "રદ" થયેલ નથી તેમજ પાવર આપનાર/પાવર લેનાર કયાત છે તે મતલબનું એકરારનામું રજુ કરવાનું રહેશે.
- રીવીઝન અરજીમાં 1,3,5,7 (ઓડ નંબર) પહેલેથી શરૂ કરી છેલ્લે સુધી પાના નંબર આપવાના રહેશે.
(B) કેસ દાખલ કરતી વખતે ધ્યાનમાં શું લેવું જોઈએ?
(૧) રીવીઝન અરજીમાં સમાવેશ કરેલ તમામ પક્ષકારોના પુરા સરનામાં દર્શાવાના રહેશે. (જેમ કે ઘર નંબર, બ્લોક નંબર, શેરી, રોડ, તાલુકો, જિલ્લો, પિનકોડ) જેથી નોટીસ બજવણીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
(૨) સામાવાળામાં દર્શાવેલ તમામ પક્ષકારો માટે પેપરબુક અલગથી જ રજુ કરવાની રહેશે.
(૩) અત્રેની ટ્રીબ્યુનલ ખાતે રીવીઝન/અપીલ અરજી કયા કાયદાની કઈ કલમ હેઠળ દાખલ કરી દાદ મેળવવા માંગે છે તે વિષયમાં દર્શાવવું.
(C) કેસ દાખલ કરતાં સમયે નીચે મુજબની ટીકીટ અરજી ઉપર લગાવવાની રહેશે.
ક્રમ | અરજીની વિગત | રૂ.ની ટીકીટ |
---|---|---|
1 | રિવીઝન/અપીલ/રિવ્યૂ/રિસ્ટરેશન/પરચુરણ અરજી | રૂ.6 ની ટીકીટ |
2 | ચેરીટી કમિશ્નરશ્રી ના કુકમ સામે અપીલ અરજી | રૂ.11 ની ટીકીટ |
3 | વિલંબ માફ અરજી | રૂ.3 ની ટીકીટ |
4 | મનાઈ અરજી |
રૂ.3 ની ટીકીટ |
5 | વકીલાત પત્ર | રૂ.2 ની ટીકીટ+40 ની વેલફેર ટીકીટ |
6 | વારસો દાખલ કરવાની અરજી | રૂ.3 ની ટીકીટ |
7 | વહેલી સુનાવણી કરવાની અરજી | રૂ.3 ની ટીકીટ |
8 | પ્રોડક્શન અરજી | રૂ.3 ની ટીકીટ |
9 | કેવીએટ અરજી | રૂ.50 ની ટીકીટ |
10 | નીચેની કચેરીના હુકમની પ્રમાણીત નકલ ઉપર | રૂ.2 ની ટીકીટ |
(D) રીવીઝન / અપીલ / રીવ્યુ / રીસ્ટોરેશન / પરચુરણ અરજી દાખલ કરવાની સમયમર્યાદા:
ક્રમ | અરજીની વિગત | સમય મર્યાદા |
---|---|---|
1 | રીવીઝન અરજી (ગ.ધા.કલમ-૭૬ હેઠળ દાખલ થતી, તથા ટોચ મર્યાદા ધારો કલમ-૩૮ હેઠળ દાખલ થતી) | 60 દિવસ |
2 | અપીલ અરજી (રેવન્યુ ટ્રિબ્યુનલ એકટની કલમ-૯ ડેઠળ દાખલ થતી) | 90 દિવસ |
3 | અપીલ અરજી (બોમ્બે પબ્લીક ટ્રસ્ટ હેઠળ દાખલ થતી) | 30 દિવસ |
4 | રીસ્ટોરેશન અરજી | 30 દિવસ |
5 | રીવ્યુ અરજી | 90 દિવસ |
6 | પરચુરણ અરજી | 60 દિવસ |
ગુજરાત મહેસૂલ પંચ એટલે શું અને તેમાં કેવા પ્રકારના કેસો દાખલ કરવામાં આવતા હોય છે?
ખાસ સચિવ મહેસુલ વિભાગ(વિવાદ) તરીકે ઓળખાતી આ કચેરી સને ૧૯૬૪ માં અસ્તિત્વમાં આવી છે. આ કચેરી મહેસુલ વિભાગનો એક પ્રભાગ છે. જીલ્લા કક્ષાએ મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમો/નિર્ણયો સામે કાયદાકીય રીતે આ કચેરી અપીલ/રિવિઝનનું કામ કરે છે.
રાજ્ય સરકાર દ્વારા મહેસુલ વિભાગમાં મહેસુલી અધિકારીઓએ જમીન મહેસુલ કાયદાની જોગવાઇઓ અનુસાર કરેલા હુકમોને કાયદા મુજબ એપેલેટ/રિવિઝનની કામગીરી કરવા સારૂ સને ૧૯૬૪માં ખાસ સચિવની નિમણુંક કરી ખાસ સચિવને એપેલેટ/રિવિઝનની સત્તા રૂલ્સ ઓફ બીઝનેસ મુજબ આપી અને ત્યારથી આ કચેરી કલેક્ટરશ્રીઓ તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓએ કરેલ હુકમો સામે દાખલ થતી અપીલ/રીવિઝનની કામગીરી કરે છે.
વિભાગના મુખ્ય કાર્યો:-
- જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમો તથા જમીન મહેસુલ નિયમો ૧૯૭૨ હેઠળ રાજયના કલેક્ટરશ્રીઓ, જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હુકમોથી નારાજ થઈને તે અરજદાર દ્વારા અત્રે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૨૧૧ હેઠળ રિવિઝન કરવામાં આવે છે.
- રૂલ્સ ઓફ બીઝનેસ, ૧૯૯૦ અન્વયે ગુજરાત સરકારના મહેસુલ વિભાગએ હુકમ ક્રમાંક : ઓએફએમ-૧૦૨૦૧૩/૧૦૫૫/બી, તા.૧૯/૦૧/૨૦૧૫ થી શીડયુલ-૩ અને ૭ બહાર પાડેલ છે. જે અન્વયે અત્રેને અપીલ/રિવિઝનના કેસોમાં નિર્ણય લેવાની સત્તાઓ આપેલ છે. અત્રેને જે કાયદાકીય સત્તાઓ આપવામાં આવેલ છે તે નીચે મુજબ છે.
શીડયુલ - VII
- જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ અન્વયે કલમ-૨૦૩,૨૦૪,૨૧૧ હેઠળ અપીલ અને રીવીઝન
- ગુજરાત મહેસૂલ નિયમો-૧૯૭૨ અપીલ નિયમ ૧૦૮(૬ એ) અન્વયે રીવીઝન
- મુંબઈના ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબત કાયદો-૧૯૪૭ ની કલમ-૩૫ હેઠળ રીવીઝન
- ગુજરાતનો કોર્ટ ઓફ વોડ્ઝ કાયદો-૧૯૬૩ કલમ ૪૧-૪૨ હેઠળ અપીલ/રીવીઝન
- મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૩૨ P U/S(9) & (10) હેઠળ અપીલ
- મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૬AA હેઠળ રીવીઝન
- મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો કાયદો-૧૯૪૮ કલમ ૭૩A(૩) હેઠળ રીવીઝન
- મુંબઈ ગણોત અને ખેતીની જમીનનો (વિદર્ભ અને કચ્છ વિસ્તારને લાગુ) કાયદો-૧૯૫૮ કલમ ૧૦૬A(3) હેઠળ રીવીઝન
- ગુજરાત ખેતજમીન ટોચમર્યાદા બાબતનો ૧૯૬૦ ના કાયદાની કલમ-૨(૩) અન્વયે અપીલ/ફેરતપાસ
- મુંબઈ કચ્છ વિસ્તાર માટેની ઈનામી નાબૂદી ધારો-૧૯૫૮ ની કલમ ૩(૨), ૩(૩) અપીલ/રીવીઝન
- મહેસૂલ ખાતાના ઠરાવ નં એલટીએ/૧૦૫૮/આઈએક્સવી/૪૪૬એલ. તા. ૨૫/૬/૫૯ તથા લીગલ ડીપાર્ટમેન્ટના નં. એલટીએ/૧૦૬૧/૯૬૩૩૧ જે તા: ૨૬/૧૧/૬૨, RULES-5 અન્વયે અપીલ
- મુંબઈનો તાલુકાદારી હિત સંબંધી નાબૂદી કાયદો ૧૯૪૯ ની કલમ ૪ અને ૫ (એ) અન્વયે અપીલ
- સાગબારા અને મેવાસી જાગીર માલિકી હકક નાબૂદ કરવા વિ. બાબતો ૧૯૬૨ ના રેગ્યુલેશનની કલમ-૩ અન્વયે અપીલ
શીડયુલ - III
- ગુજરાત મ્યુનિસિપાલીટી એકટ-૧૯૬૩ ની કલમ-૮૧ (૨) હેઠળ અપીલ
- ગુજરાત પંચાયત એક્ટ-૧૯૯૩ ની કલમ ૧૧૩(૨) હેઠળ અપીલ
- ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ઓફ ટેનન્ટસ ફ્રોમ ઈવીકેશન ફ્રોમ પ્રીમાઈસીસ ઈનડીસ્ટ્રીબ્યુટેડ એરીયા કાયદા-૧૯૮૬ ની કલમ ૬, હેઠળ અપીલ
- ધી ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમૂવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટસ ફોમ ઈવીકેશન ફોર્મ પ્રીમાઈસ ઈન ડીસ્તબર્ડ એરીયા કાયદા-૧૯૯૧, ૭(D)(2) હેઠળ ની કલમ
- ધી મુંબઈ ગણોત અને ખેતીની જમીનના કાયદા-૧૯૪૮ અન્વયે કલમ ૬૩(A)(A), 3(ડી)૧ અન્વયે અપીલ
- ધી સૌરાષ્ટ્ર ધરખેડ ગણોત પતાવટ અને ખેતી ઓર્ડીનન્સ-૧૯૪૮ ની કલમ-૫૪ અને ૭૫ હેઠળ અપીલ અરજી
Welcome to the lexedge, please don't spam in comments.