સુપ્રીમ કોર્ટે વકીલો માટે કેસની દલીલો કરવા (SOP) જાહેર કરવામાં આવી
All lawyers practicing in the Supreme Court must complete case arguments within the prescribed time limit.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (સીજેઆઈ) સૂર્યકાંત દ્વારા કેટલીક નવી (SOP) જાહેર કરવામાં આવી છે જેમાં હવેથી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિક્સ કરતા તમામ વકીલોએ કેસની દલીલો નિર્ધારિત સમય મર્યાદા માં પૂર્ણ કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે તા.૨૯/૧૨/૨૦૨૫ ના રોજ એક પરિપત્ર બહાર પાડી ને આ સમય મર્યાદા નક્કી કરી છે તે મુજબ તમામ કેસોમાં જેમાં નોટિસ આપવામાં આવી તે અને નિયમિત સુનાવણી ના કેસોમાં વકીલોએ મૌખિક સુનાવણી/દલીલો રજૂ કરવામાં કેટલો સમય લેવાના છે તે અગાઉ થી જણાવવાનું રહેશે અને દલીલો રજૂ કરવાની હોય તેના એક દિવસ પહેલા online apperance slip portal માધ્યમથી જણાવવું પડશે.
૨૯/૧૨/૨૦૨૫ ના રોજ ના પરિપત્ર
આ પરિપત્ર મુજબ મૌખિક દલીલો કરનાર તમામ વકીલોએ કે વરિષ્ઠ વકીલોએ સુનાવણી ની તારીખના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા દલીલો નો લેખિત ટૂંક સાર ફરજિયાત રજૂ કરવાનો રહેશે જે પાંચ પાના સુધી મર્યાદિત હોવો જોઈએ.
ભારતના માનનીય મુખ્ય ન્યાયાધીશ અને તમામ માનનીય ન્યાયાધીશોના નિર્દેશ મુજબ, અસરકારક કોર્ટ મેનેજમેન્ટ અને કોર્ટના કામકાજના કલાકોના સમાન વિતરણને સરળ બનાવવા અને ન્યાયના ઝડપી અને યોગ્ય વહીવટને સુનિશ્ચિત કરવા માટે (SOP) ની તરફેણ કરી છે.
બધા વકીલોએ નિશ્ચિત સમયમર્યાદાનું કડક પાલન કરવું જોઈએ અને તેમની મૌખિક દલીલો પૂર્ણ કરવી જોઈએ.
વરિષ્ઠ વકીલો, દલીલ કરનાર વકીલ અને/અથવા એડવોકેટ-ઓન-રેકોર્ડ, કેસની સુનાવણી શરૂ થવાના ઓછામાં ઓછા એક દિવસ પહેલા, નોટિસ પછીની અને નિયમિત સુનાવણીની બાબતોમાં મૌખિક દલીલો કરવા માટે સમયરેખા સબમિટ કરશે. એડવોકેટ-ઓનરેકોર્ડને પહેલાથી જ પ્રદાન કરાયેલ હાજરી સ્લિપ સબમિટ કરવા માટે તે ઓનલાઈન પોર્ટલ દ્વારા માનનીય કોર્ટમાં સબમિટ કરવામાં આવશે. ૨) દલીલ કરનાર વકીલ અને/અથવા વરિષ્ઠ વકીલો, તેમના એડવોકેટ-ઓન-રેકોર્ડ અથવા માનનીય અદાલત દ્વારા નિયુક્ત નોડલ કાઉન્સેલ/ઓ દ્વારા, જો કોઈ હોય તો, સુનાવણીની તારીખના ઓછામાં ઓછા ત્રણ (3) દિવસ પહેલાં, બીજી બાજુ તેની નકલ આપ્યા પછી, પાંચ (5) પાનાથી વધુ ન હોય તેવી સંક્ષિપ્ત નોંધ / લેખિત રજૂઆત દાખલ કરશે, જેથી આવી સમયમર્યાદાનું પાલન સુનિશ્ચિત થાય (alert-passed)


Welcome to the lexedge, please don't spam in comments.