નવા ફોન્ટ કોમ્પ્યુટર માં કેવી રીતે ડાઉનલોડ કરવા.
ગુજરાત હાઈ કોર્ટે દ્વારા તા.૨૮/૧૦/૨૦૨૫ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં હાઈ કોર્ટે ના તાબા હેઠળ ની તમામ જિલ્લા કોર્ટોમાં આ પરિપત્ર મુજબના ફોન્ટ નો ઉપયોગ કરવા જણાવ્યું હતું, તે મુજબ તમામ જિલ્લા કોર્ટોમાં તા.૦૧/૦૧/૨૦૨૬ થી તેનો અમલ શરૂ થવાનો હતો. તે મુજબ નવા કયા અને કેવા પ્રકારના ફોન્ટ વાપરવાના છે તેની વિગત જોઈએ.
ગુજરાત હાઇકોર્ટનો પત્ર નં.સી.2002/2025 તારીખ 28.10.2025નો પરિપત્ર
ઉપરોક્ત વિષયના સંદર્ભમાં, 01.01.2026 થી અમલમાં આવતા ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયતંત્રમાં દાખલ કરવામાં આવનારી તમામ અરજીઓ, અરજીઓ, સોગંદનામા અથવા અન્ય દસ્તાવેજો માટે કાગળની બંને બાજુ છાપેલા A4 કદના કાગળના ઉપયોગ અંગેના ડી નોવો હાઇકોર્ટ પરિપત્રની એક નકલ, બેકી નંબર અને તારીખ સાથે મોકલી આપવામાં આવે છે અને માહિતી અને જરૂરી પાલન માટે ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયતંત્રમાં દાખલ થનારા તમામ દાવાઓ, અરજીઓ, સોગંદનામા અથવા અન્ય દસ્તાવેજો માટે કાગળની બંને બાજુ છાપેલા A4 કદના કાગળના ઉપયોગ અંગે ડી નોવો હાઇકોર્ટ પરિપત્ર ફોરવર્ડ કરવો ફરજિયાત છે.
જે માનનીય મુખ્ય ન્યાયાધીશ, CPC ની કલમ ૧૨૩ હેઠળ "ગુજરાત હાઇકોર્ટ રૂલ્સ કમિટી અને ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી રૂલ્સ કમિટી" ની ભલામણ પર, ગુજરાત રાજ્યના ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી માટે નીચે મુજબનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
કયા પ્રકારના ફોન્ટ અને કાગળ વાપરવાં જોઈએ
જે મુજબ શ્રેષ્ઠ ગુણવત્તાવાળા:-
કાગળ:
- 📄 A4 કદના કાગળ (29.7 સેમી x 21 સેમી)
- 📋જેમાં ઓછામાં ઓછા 75 GSM અને બંને બાજુએ
ગુજરાતી ફોન્ટ:
- LMG અરુણ
- ટેરાફોન્ટ વરુણ
- ફોન્ટ સાઈઝ 16
અંગ્રેજી ફોન્ટ:
- ટાઇમ્સ ન્યૂ રોમન
- ફોન્ટ સાઈઝ 14
માર્ઝિન:
- દોઢ લાઇન અંતરે (અવતરણ અને ઇન્ડેન્ટ માટે-ફોન્ટ સાઈઝ 12 સિંગલ લાઇન અંતરે)
- ડાબી અને જમણી બાજુ 4 સેમી
- ઉપર અને નીચે 2 સેમી માર્જિન
- બન્નેવ સાઈડ લખાણ કરી શકાય તેમ.
તા.૨૮/૧૦/૨૦૨૫ ના અગાઉના પરિપત્ર નં.સી.૨૦૦૨/૨૦૨૫ ના સ્થાને તા.૨૨/૧૨/૨૦૨૫ ના રોજ નો નવો પરિપત્ર
ઉપરોક્ત પરિપત્ર મુજબ ના અમલ તા.૦૧/૦૧/૨૦૨૬ થી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તા.૨૨/૧૨/૨૦૨૫ ના રોજ પરિપત્ર નં. સી.૨૦૦૨/૨૦૨૫ માં સુધારો કરવામાં આવ્યો જે મુજબ ગુજરાતી ફોન્ટ માં કેટલાક બદલાવ કરવામાં આવ્યા જેવા કે LMG અરુણ અને ટેરાફોન્ટ ની જગ્યા એ કેટલાક નવા ફોન્ટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાગળ:
- શ્રેષ્ઠ ગુણવત્તાવાળા A4 કદના કાગળ (29.7 સેમી x 21 સેમી)
- જેમાં ઓછામાં ઓછું 75 GSM અને બંને બાજુએ
ગુજરાતી નવા ફોન્ટ:
- લોહિત ગુજરાતી (Lohit Gujarati)
- નોટો સેન્સ ગુજરાતી (Noto Sans Gujarati)
- નોટો સેરીફ ગુજરાતી (Noto Serif Gujarati)
- ફોન્ટ સાઈઝ 13
અંગ્રેજી ફોન્ટ:
- ટાઇમ્સ ન્યૂ રોમન સાથે પ્રિન્ટિંગ
- ફોન્ટ સાઈઝ 14
માર્ઝિન:
- દોઢ લાઇન અંતરે (અવતરણ અને ઇન્ડેન્ટ માટે - ફોન્ટ સાઈઝ 12 સિંગલ લાઇન અંતરે),
- ડાબી અને જમણી બાજુ 4 સેમી અને
- ઉપર અને નીચે 2 સેમી માર્જિન સાથે.
- બન્નેવ સાઈડ લખાણ કરી શકાય તેમ.
આ પરિપત્ર ૦૧.૦૧.૨૦૨૬ થી અમલમાં આવશે.
સેન્ટીમીટર અને ઈંચમીટર
- 4 cm = 1.58 Inch
- 2 cm = 0.79 Inch
૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી અમલ સ્થગિત
તા.૦૧/૦૧/૨૦૨૬ થી આ પરિપત્રનો અમલ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ આખા ગુજરાતભરના જિલ્લા અને તાલુકા કોર્ટોમાં વકીલાતનો વ્યવસાય કરતા વકીલો નો વિરોધ જોતા તા.૩૧/૦૧/૨૦૨૬ સુધી પરિપત્ર નં.સી.૨૦૦૨/૨૦૨૫ નો અમલ મોફુક રાખવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે.
કારણો:-
- નવા ફોન્ટ ને વાપરવા હાલના તબક્કે મુશ્કેલ ભર્યું
- મોટા ભાગના વકીલો અને ટાઇપીસ્ટો LMG અરુણ અને અન્ય ફોન્ટ નો ઉપયોગ કરતા આવેલા જેથી ઉપયોગમાં સરળ
- નવા ફોન્ટ માટે ટાઈપિંગની સ્પીડ ધીમી
🖥️નવા ફોન્ટ કેવી રીતે install કરવા?
નવા ફોન્ટ ડાઉનલોડ કરવા માટે કેટલાક લોકો એક બીજા પાસે થી zip file WhatsApp કે અન્ય માધ્યમ મારફતે આપ કે કરતા હોય છે જેમાં વાયરસ પણ આવી જવાની સંભાવના વધારે હોય છે, જેથી અહીંયા અમે તમને નવા ફોન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવા તેની માહિતી આપીએ છીએ
સર્વ પ્રથમ :-
- 🔎 https://fonts.google.com/ ઓપન કરો
- ત્યાર બાદ 🔎 સર્ચ ઓપ્શન પસંદ કરવું
- જે ફોન્ટ જોઈએ તેનું નામ એન્ટર કરવું જેમકે noto serif Gujarati/noto sans Gujarati/ time new roman/lohit Gujarati વિગેરે ને પસંદ કરી સર્ચ કરો
- એકવાર પસંદ કરેલા ફોન્ટ સર્ચ કર્યા બાદ તે ફોન્ટ તમને બતાવવામાં આવશે અને બાજુ પર get font નું બટન જોવા મળશે તેની ઉપર ક્લિક કરો
- Get ફોન્ટ કર્યા બાદ zip file તમારા કોમ્પ્યુટર માં ડાઉનલોડ થશે
- Download કરવામાં આવેલી zip file ને extract કરો
- Extract કરવાથી font install થઈ જશે
- કોમ્પ્યુટર રીસ્ટાર્ટ કરો
- Ms office/ms word ઓપન કરો અને સર્ચ પર ક્લિક કરો અને તમે નવા ઇન્સ્ટોલ કરેલા ફોન્ટ ને શોધવા માટે બટન સ્ક્રોલ કરો અથવા નામ સર્ચ કરો
- સર્ચ કરેલા ફોન્ટ ને પસંદ કરીને ગુજરાત હાઈ કોર્ટે ના પરિપત્ર મુજબ નું A4 size paper format પસંદ કરી માર્ઝિન મુજબનું લખાણ કરો તમારા ફોન્ટ લખાણ માટે તૈયાર છે.
નિષ્કર્ષ:
ગુજરાત હાઈ કોર્ટ દ્વારા તા.28/10/2025ના રોજ જાહેર કરાયેલ પરિપત્રનો મુખ્ય હેતુ કોર્ટોમાં દાખલ થતા દસ્તાવેજોમાં એકરૂપતા, વાંચનીયતા અને ડિજિટલ સુસંગતતા લાવવાનો છે. A4 સાઇઝ પેપર અને યુનિકોડ આધારિત નવા ફોન્ટ ના ઉપયોગથી ઈ-કોર્ટ સિસ્ટમ, ઓનલાઈન ફાઈલિંગ અને ડિજિટલ રેકોર્ડ મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે.
હાલમાં આ નિયમોની કડક અમલવારી તાત્કાલિક ફરજિયાત નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં તેને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાની શક્યતા છે. તેથી વકીલો અને પક્ષકારોએ આ નવા માપદંડોને ધીમે ધીમે અપનાવવાની તૈયારી રાખવી જરૂરી છે.
સારાંશરૂપે, આ પરિપત્ર કોર્ટ પ્રક્રિયાને આધુનિક, વ્યવસ્થિત અને પર્યાવરણમૈત્રી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.


Welcome to the lexedge, please don't spam in comments.