નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા IG,DIG અને ADGP આવશે તમારી સમક્ષ
ગુજરાત સરકાર હંમેશા નાગરિકોના જીવનમાં ઊભા થઈ રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવી લાવવા પ્રયત્નશીલ હોય છે અને તે સાબિત કરવા ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ હવે નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં જો કોઈ પોલીસ સ્ટેશનના અધિકારી નિષ્ફળ જાય કે પછી તમારી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં રસ ના દાખવતા હોય તો આવા સંજોગોમાં જવું તો ક્યાં જવું જોઈએ વિગેરે પ્રશ્નો ઉભા થાય છે અને જો આવા સંજોગોમાં તમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી તો તમારી ફરિયાદ નું નિરાકરણ કરવા હવે DGP અને DIG લેશે તમારા વિસ્તારની મુલાકાત તો આવો જાણીએ શું કહ્યું આ બાબતે ગુજરાત સરકારે અને કેવા પ્રકારના નો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો.
તા.૩૧/૦૧/૨૦૨૬ ના પરીપત્ર સંદર્ભે શું કહેવામાં આવ્યું?
- માસના પ્રથમ અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી જે તે સંબંધિત એકમને મોકલવાની રહેશે. બીજા અને ત્રીજા અઠવાડીયામાં ટુર પ્રોગ્રામ પુર્ણ કરી, કરેલ કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડીયામાં ગૃહ વિભાગ અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરીએ મોકલી આપવાનો રહેશે.
- સંબંધિત અધિકારીશ્રીએ પોલીસ અધીક્ષકની કચેરી, પોલીસ સ્ટેશન, એસ.ડી.પી.ઓ. કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જીલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે. માત્ર એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત લેવી નહી.
- સંબંધિત કચેરીમાં માન. મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના સંદર્ભ (PG Portal, SWAGAT 2.0 Escalation Matrix, MP-MLA Reference, CMO Swagat Reference સહિત), માન, નાયબ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયના સંદર્ભ, ગૃહ વિભાગ તરફથી મળતા પત્રો, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરીના રેફરન્સ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરીઓ તરફથી મળતી અરજીઓ તથા સ્થાનિક કક્ષાએ આવેલ અરજદારશ્રીઓની અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરાકરણ થયેલ છે કે કેમ? તે જોવાનું રહેશે તેમજ દફતરે થયેલ અરજીઓ પૈકી ૧૦ થી ૧૫ અરજદારશ્રીઓનો રૂબરૂ સંપર્ક કરીને ખરેખર તેઓની અરજીઓ દફતરે કરવા લાયક હતી કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.
- દર માસે એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ આ મુજબ અરજદારોની અરજી ચકાસી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે.
- ઉક્ત વીઝીટ અંગેની સૂચના સંબંધિત પોલીસ કમિશનરશ્રી કે જિલ્લા પોલીસ વડાઓને લેખિતમાં આપવાની રહેશે અને તેનો અહેવાલ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીથીને મોકલી આપવાનો રહેશે. સદરહુ અહેવાલમાં આપેલ સૂચનાનું અચૂક પાલના થયું છે તેની સમીક્ષા આગામી રૂબરૂ મુલાકાત દરમિયાન કરવાની રહેશે.
- પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીએ તેઓને મળેલ તમામ અહેવાલોની ચકાસણી કરી તેઓના રીમાર્કસ સહિત સંયુક્ત અહેવાલ ગૃહ વિભાગને મોકલી આપવાનો રહેશે.
- રેન્જ પોલીસ મહાનિરીક્ષક, પોલીસ કમિશનરથી જિલ્લા પોલીસ વડાઓએ પણ પોતાના કાર્યક્ષેત્રના પોલીસ સ્ટેશનો માટે દર માસે સમાન પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે.
કયા અધિકારીને કયો જિલ્લો સોંપવામાં આવ્યો તેની માહિતી.
| ક્રમ | રેન્જ/જિલ્લો | હોદ્દો | નામ |
|---|---|---|---|
| Ahmedabad Range | |||
| 1 | અમદાવાદ ગ્રામ્ય | DIG | શ્રી દીપક મેઘાણી |
| 2 | આણંદ | DIG | સુશ્રી સુજાતા મજમુદાર |
| 3 | ખેડા - નડિયાદ | DIG | શ્રી નિર્લિપ્ત રાય |
| Gandhinagar Range | |||
| 4 | ગાંધીનગર | ADGP | શ્રી ખુરશીદ અહેમદ |
| 5 | મહેસાણા | IG | સુધી પરીક્ષીતા રાઠોડ |
| 6 | સાબરકાંઠા | IG | સુશ્રી ગગનદીપ ગંભીર |
| 7 | અરવલ્લી | DIG | શ્રી વિશાલકુમાર વાઘેલા |
| Vadodara Range | |||
| 8 | વડોદરા ગ્રામ્ય | DIG | શ્રી નિર્લિપ્ત રાય |
| 9 | છોટાઉદેપુર | DIG | સુશ્રી સરોજ કુમારી |
| 10 | ભરૂચ | DIG | શ્રી આર.વી. ચુડાસમા |
| 11 | નર્મદા | DIG | સુશ્રી સુધા પાંડે |
| Godhra Range | |||
| 12 |
પંચમહાલ-ગોધરા | DIG | સુશ્રી સુધા પાંડે |
| 13 | મહિસાગર | DIG | ડૉ. જી.એ. પંડ્યા |
| 14 |
દાહોદ | DIG | શ્રી વિશાલકુમાર વાઘેલા |
| Surat Range | |||
| 15 | સુરત ગ્રામ્ય | DIG | શ્રી આર.રી. સુશરા |
| 16 | તાપી | DIG | ડૉ. સુધીર દેસાઇ |
| 17 | વલસાડ | IG | શ્રી પી.એલ.માલ |
| 18 | નવસારી | DIG | શ્રી આર.વી. ચુડાસમા |
| 19 | ડાંગ | DIG | સુશ્રી સરોજ કુમારી |
| Rajkot Range | |||
| 20 | રાજકોટ ગ્રામ્ય | IG | શ્રી મનોજ નીનામાં |
| 21 | મોરબી | DIG | ડૉ જી.એ.પંડ્યા |
| 22 | સુરેન્દ્રનગર | DIG | શ્રી ચૈતન્ય માંડલિક |
| 23 | જામનગર | DIG | શ્રી આર.પી. બારોટ |
| 24 | દેવભૂમિ દ્વારકા | IG | શ્રી પી.એલ.માલ |
| Junagadh Range | |||
| 25 | જૂનાગઢ | DIG | શ્રી તરૂણ કુમાર દુગલ |
| 26 | ગીર સોમનાથ | DIG | શ્રી આર.પી. બારોટ |
| 27 | પોરબંદર | DIG | શ્રી હિતેશ જોયશર |
| Bhavnagar Range | |||
| 28 | ભાવનગર | DIG | શ્રી હિતેશ જોયશર |
| 29 | બોટાદ | DIG | શ્રી તરુણકુમાર દુગ્ગલ |
| 30 | અમરેલી | DIG | શ્રી આરટી સારા |
| Border Range | |||
| 31 | પશ્ચિમ કચ્છ-ભુજ | ADGP | શ્રી અજય ચૌધરી |
| 32 | પુર્વ કચ્છ-ગાંધીધામ | ADGP | શ્રી અજય ચૌધરી |
| 33 | બનાસકાંઠા | DIG | શ્રી ચૈતન્ય માંડલિક |
| 34 | પાટણ | DIG | ડૉ સુધીર દેસાઇ |
| 35 | વાવ - થરાદ | IG | શ્રી મનોજ નિનામાં |
- DGP અને DIG ની સીધી દેખરેખ: હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ (DGP - ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને DIG - ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) માત્ર ઓફિસમાં બેસી રહેવાને બદલે અલગ-અલગ જિલ્લાઓ અને વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે.
- લોક દરબારનું આયોજન: નાગરિકોની સમસ્યાઓ સાંભળવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા 'લોક દરબાર' અથવા વિશેષ બેઠકોનું આયોજન કરવામાં આવશે, જ્યાં તમે સીધા જ તમારી રજૂઆત કરી શકશો.
- જવાબદારી નક્કી થશે: જો કોઈ પોલીસ સ્ટેશનમાં અરજીઓ પેન્ડિંગ હશે અથવા તપાસમાં બેદરકારી જણાશે, તો તે બદલ જે-તે જવાબદાર અધિકારી સામે કડક પગલાં લેવાની જોગવાઈ આ સર્ક્યુલરમાં કરવામાં આવી છે.


Welcome to the lexedge, please don't spam in comments.