મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમની કલમ ૩૬ મુજબ ચેરીટી કમિશ્નરશ્રીની મંજુરી મેળવ્યા સિવાય વેચાણ કરી શકાય નહી.
SSRD GUJARAT
કેસની હકીકત :
જમીન રેકર્ડમાં કૃષ્ણ મંદિરના પુજારી વહીવટદાર અમરતદારાજી મોહનદાસજીના ખાતે હતી. તેઓએ આ જમીન વેચાણ રજીસ્ટર્ડ દ૨તાવેજથી વેચાણ કરતાં વેચાણની નોંધ નં ૩૩૦૯, તા.૨૯/૧૨/૧૯૮૦ થી પડીને મંજુર થયેલ ત્યારબાદ ઉત્તરોત્તર વેચાણો થતાં વેચાણની નોંધ નં.૪૧૮૦ તા.૨૦/૯/૧૯૯૪ તથા નોંધ નં.૫૧૮૭ તા.૩૦/૬/૨૦૦૫ થી પડીનેમંજુર થયેલ તે નોંધો સામે નાયબ કલેકટરશ્રી, વિરમગામ સમક્ષ અપીલ અરજી થતાં નાયબ કલેકટરશ્રીએ વિવાદ અરજી નામંજુર કરેલ. જેની સામે સામાવાળા નં.૨ એ કલેકટરશ્રી, અમદાવાદને રીવીઝન અરજી કરતાં કલેકટરશ્રી, અમદાવાદએ તેમના તા.૬/૧૦/૨૦૧૦ થી રીવીઝન અરજી મંજુર કરી વેચાણની નોંધો રદ કરેલ. જેની સામે અત્રેની કચેરીમાં થયેલ રીવીઝન અરજી નામંજુર કરવામાં આવેલ તથા કલેકટરશ્રી અમદાવાદનો તા.૬/૧૦/૨૦૧૦ નો હુકમ કાયમ રાખવામાં આવેલ.
SSRD નો હુકમ :
વાદવાળી જમીન મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ અન્વયે તા.૩૧/૮/૧૯૬૯ ના રોજ નાયબ ચેરીટી કમિશ્નરશ્રી સમક્ષ મંદિર ટ્રસ્ટ નોંધાયેલ હોય અને તેના વહિવટકર્તા તરીકે અમરતદાસજી મોહનદાસનું નામ રેકર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. સદર મિલ્કત ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે.વાદવાળી જમીનનું વેચાણ ક૨તાં પહેલાં ચેરીટી કમિશ્નરશ્રીની મંજુરી મેળવેલ નથી. પુજારી વહિવટદાર પગા૨દા૨ છે. જમીનના માલીક કે ખેડૂતના હકક્ક મળતા નથી. જેથી જમીનની તબદીલી કરી શકે નહી. પુજારીને વ્યકિતની હેસીયતથી ખેડૂતનો દરજજો પ્રાપ્ત થતો નથી. આથી જમીનો વેચાણ, તબદીલી, ગીરો કે બક્ષીસ ક૨વાના હકકો પ્રાપ્ત થતા નથી. આ જમીનના કબજેદાર ધાર્મિક ચંસ્થાઓને રાખાવતી સંસ્થાઓને ગણવાના છે. રારકારશ્રીની થાયી સુચના હુકમો મુજબ પુજારી તબદીલ, ગીરો, બક્ષીસ કે અન્ય તબદીલી કરી શકે નહી. મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમની કલમ-૩૬ મુજબ ચેટીરી કમિશ્નરશ્રીની પુર્વ મંજુરી મેળવ્યા સિવાય વેચાણ કરી શકાય નહી. આમ ટ્રસ્ટની નોંધાયેલ મિલ્કતનું ચેરીટી કમિશ્નરશ્રીની મંજુરી વિના થયેલ વેચાણ માન્ય રાખી શકાય તેમ ન હોવાથી કલેક્ટરશ્રીએ નાયબ કલેકટરશ્રી વિરમગામ પ્રાંતનો તા.૨૦/૧/૨૦૦૯ નો હુકમ રદબાતલ ઠરાવવા જે હુકમ કરેલ તે યોગ્ય જણાતો હોવાથી. કલેક્ટરશ્રીનો તા.૬/૧૦/૨૦૧૦ નો હુકમ કાયમ રાખેલ છે.
Legalpoints
- મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ-૧૯૫૦ ની કલમ-૩૬
- સરકારશ્રીના ઠરાવ / પરિપત્રો વિગેરેની વિગતો
- સરકારશ્રીના મહેસુલ વિભાગ ના પરીપત્ર ક્રમાક એસ-૩૦-૨૨૦૭-૩૩૪૭-ઝ તા.૯/૪/૨૦૧૦ ના પરીપત્રની સુચના મુજબ પણ પુજારી ને વ્યકિતની હેસીયતથી ખેડુતનો દરજજો પ્રાપ્ત થતો નથી. આવી જમીનના કસ્ટોડીયન તરીકે આવી જમીનો વેચાણ, તબદીલી, ગીરો કે બક્ષીસ કરવાના હકકો પ્રાપ્ત થતાં નથી. જમીનના કબજેદાર ધાર્મિક સંસ્થાઓને સખાવતી સંસ્થાઓને ગણવાના છે. સરકારશ્રીની સ્થાયી સુચના હુકમો મુજબ પુજારી તબદીલ ગીરો,બક્ષીસ કે અન્ય તબદીલી આપી શકે નહી.
- મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમની કલમ ૩૬ મુજબ ચેરીટી કમિશ્નરશ્રીની મંજુરી મેળવ્યા સિવાય વેચાણ કરી શકાય નહી.
હુકમ નંબર :- મવિવિ/હકપ/અમદ/૧૪૩/૨૦૧૦ લીંક મવિવિ/હડપ/અમદ/૧૪૪/૨૦૧૦ તા.૨૪/૩/૨૦૧૭


Welcome to the lexedge, please don't spam in comments.